જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનું "સ્નેહ મિલન" યોજાયું

  • November 21, 2024 11:16 AM 

નૂતન વર્ષ વિક્રમ સવંત ૨૦૮૧ સ્નેહ મિલન યોજાયું, નવા વર્ષ નું "સ્નેહ મિલન" અને સંગઠન પર્વ ના સમન્વય સમયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઓસવાલ સેન્ટર ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ, પક્ષના નેતા, હોદેદારો, ઉપરાંત એન.જી.ઓ, સામાજિક સંસ્થા, કાર્યકર્તાઓ ઉપરાંત પક્ષના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા, "સ્નેહ મિલન" એટલે નવા વર્ષે નવી દિશાઓ, નવા જોશને વધાવવાનો અવશર, વર્ષ દરમિયાન પ્રજાહિતમાં કરેલ કામગીરી, આગામી સમયના આયોજનને રજુ કરવાનો અવશર...


આ કાર્યક્રમની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા  સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. તેઓ એ જણાવેલ કે, આપણે ગત સમય કરતા વધુ સભ્યો જોડેલ છે. તેઓ એ વધુ માં જણાવેલ કે, સંગઠન પર્વ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવા કામગીરી હાથ ધરાઈ, અને જામનગર શહેર માં ૧,૩૫,૦૦૦ થી વધુ સભ્યો ની નોંધણી કરવામાં આવી, સાથે સાથે હાલ પક્ષ માં સક્રિય સભ્યો ની નોંધણી પણ ચાલી રહી છે. આગામી સમય માં વોર્ડ સ્તરના પ્રમુખો ની નિમણુંક ની જેહેરાતો કરવામાં આવેશે. વિશેષ થી તેઓ એ જણાવેલ કે, જામનગર શહેર માટે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ સાંસદ તરીકે, તથા માનનીય નરેન્દ્રભાઈ મોદી એ પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજીવાર સપથ લીધા છે, તેના સાક્ષી અને સહયોગી આપણે બન્યા છીએ, આપણા માટે ગર્વ ની વાત છે. 

ધારાસભ્ય મેઘજી ચાવડા એ પોતાના ઉદબોધન માં જણાવેલ કે, સ્નેહ મિલન એ સ્નેહ થી મળવાનો, કાર્યકર્તાઓ ને સમ્માનનો કાર્યક્રમ છે. "વાદ નહિ, વિવાદ નહિ - કમળ શિવાય વાત નહિ" એ યાદ રાખી આવનારા સમય માં ભાજપ ને જિતાડીએ. 

૭૯ વિધાનશભાના ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ શહેરમાં વિકાસ કાર્યોનો અહેવાલ કાર્યકર્તા સમક્ષ રજુ કરેલ, જેમાં - જી.જી. હોસ્પિટલ તથા એસ.ટી. બસ સ્ટેન્ડના નવીનીકરણ નું કાર્ય હાથ ધરી દેવામાં આવેલ છે, બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનું સાયન્સ સેન્ટર આશરે ૮૦ કરોડ ના ખર્ચે, બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ સ્પોર્ટ સંકુલ ૩૦ કરોડના ખર્ચે તૈયાર થનાર છે. હાલ ભુજીયો કોઠો - ફેઇઝ ૨ તથા તળાવની પાડ પાર્ટ - ૨ પણ કાર્યરત છે. અમૃત ગ્રાન્ટ રૂ ૪૫૦ કરોડ માંથી ભૂગર્ભ ગટર, નાઘેડી વિસ્તારમાં પાણી માટે નવો એ.એસ.આર ફિલ્ટર પ્લાન્ટ રૂ ૪૦ કરોડ, લાલપુર ચોકડી એસ.ટી.પી પ્લાન્ટ ડ્રેનેજ કામો ઉપરાંત ઉદ્યોગ નગર રોડ નવીનીકરણ ની કામગીરી થયેલ છે (પ્રોજેક્ટ આરંભેલ છે), આગામી સમય માં કાલાવડ ચોકડી ૬ લેન ફ્લાયઓવર બ્રિજ રૂ ૭૭ કરોડ ના ખર્ચે, લાલવાડી વિસ્તારમાં નવું ઓડિટોરિયમ (૩૨ કરોડ) પાર્ટી પ્લોટ, નવા સ્પોર્ટ્સ સંકુલ રૂ ૩૫ કરોડ, એસ.ટી. વર્કશોપ ૧૫ કરોડ ના કામો આગામી સમય માં હાથ ધરવામાં આવશે. આ સાથે તેમને સૌ કાર્યકર્તાઓ ને નવા વર્ષ ની શુભકામના પાઠવેલ. વિકાસ કાર્યો માટે માટે જનતાના સૂચનો પણ આવકાર્ય છે, તેવું તેમને જણાવેલ. તેઓ એ વધુ માં જણાવેલ કે, વિક્સિત રાષ્ટ્રના અભિયાનમાં દરેકને જોડાવા આહવાન કર્યું. પાણી, વીજળી બચાવા તથા સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યા 

ગુજરાત રાજ્ય મંત્રી તથા પ્રભારી મુળુભાઈ બેરા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદુ સાહેબ, ગુજરાત રાજ્ય પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા એ સૌ કાર્યકર્તાઓ એન નવા વર્ષ નિમિતે શુભેચ્છા સંદેશ પાઠવેલ. 

૭૮ વિધાનશભા ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા જાણવામાં આવેલ કે, ભારતને વિશ્વગુરુ બનાવવું કોઈ મુશ્કેલી નડવાની નથી. એ કાર્યકર્તાની મહેનત છે. હાલ કાશ્મીરની પ્રજા ૩૭૦ કલમ દૂર થવા થી ખુશ છે. કાશ્મીરની ૨૦૧૪ પહેલાની સ્થિતિ અને હાલની સ્થિતિની સમીક્ષા કરીયે તો હાલ કાશ્મીર ની જે સારી સ્થિતિ છે, તે મોદીજી ને આભારી છે. હાલના ઉચ્ચ ભણતર પામેલ યુવાનો પરદેશ જવાને બદલે ગુજરાત માં રહેવાનું પસન્દ કરે છે. દેશ વિશ્વસ્તરે મજબૂત બની રહ્યો છે, યુવાઓ માટે પ્રથમ પસંદગી બની રહ્યો છે. સૌ કાર્યકર્તાઓ ને નવા વર્ષ ની શુભકામના પાઠવેલ. 

માનનીય સાંસદ પૂનમબેન માડમ એ દરેક કાર્યકર્તા ને સુખમય અને નિરોગી જીવન ની શુભકામના પાઠવેલ. કાર્યકર્તાની તાકાત શું, તેનો સાક્ષાત્કાર ગતવર્ષની લોકશભાની ચૂંટણી દરમિયાન થયો. જે બદલ તેઓ એ કાર્યકર્તાઓને વિશેષ થી અભિનંદન પાઠવ્યા. તેઓ એ જણાવેલ કે કાર્યકર્તા કેટલા સક્ષમ છે, તે ચૂંટણી પરિણામો જણાવી આપે છે. એ પરીક્ષા આપણા કાર્યકર્તાએ સફળતાથી પાર પડી છે. ભાજપની તાકાત જ પાર્ટીના કાર્યકર્તા છે. પારિવારિક વાતાવરણમાં દરેક કાર્યકર્તા અડીખમ ઉભા રહ્યા. ગત ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવા માટે, આ લડાઈમાં, આ સંઘર્ષમાં સાથે ઉભા રહેવા બદલ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનેલ. તેઓએ વિશેષ થી જણાવેલ કે, જનસંઘથી લઇને પાર્ટીના વિચારોને અક્ષરસહ નિભાવ્યો હોય તો તે મોદીજી છે. સૌ કાર્યકર્તાઓ ને નવા વર્ષ ની શુભકામના પાઠવેલ. 

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પ્રભારી પલ્લવી ઠાકર, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમ કકનાણી, વાઇસ ચેરમેન દિનેશભાઇ આલ, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, નિલેશ ઉદાણી, અશોક નંદા, મુકેશ દાશાણી, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, પ્રતિભાબેન કનખરા, દિનેશ પટેલ, સનતભાઈ મહેતા સહીત કાર્યકર્તા, મોરચા અધ્યક્ષ તથા કાર્યકર્તાઓ, પક્ષ ના કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખો, પ્રભારીશ્રીઓ, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, યુવા મોરચા, અનુ.મોરચો, કિશાન મોરચો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઈજ પ્રમુખો સહીત વિશાળ સંખ્યા માં કાર્યકર્તાઓ, એન.જી.ઓ, સામાજિક સંસ્થાઓ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ગોપાલ સોરઠીયા તથા વસંતભાઈ ગોરી દ્વારા કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના કન્વીનર ભાર્ગવ ઠાકર તથા સહકન્વીનર દીપા સોનીની સંયુક્ત યાદી માં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application